New Update
કેશોદમાં મહિલા બની દુષ્કર્મનો શિકાર
પુત્રનો દાખલો મેળવવા માટે મહિલાનો પ્રયાસ
માણેકવાડા ગ્રા.પંના કર્મચારીએ આચર્યું દુષ્કૃત્ય
નરાધમે મહિલાને બોલાવી હતી ગેસ્ટ હાઉસમાં
દાખલાના કામ અર્થે બોલાવી કર્મચારીએ પાપલીલા આચરી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી.પંચાયતના કર્મચારીએ મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી પોતાની હવસ સંતોષી હતી,ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની મહિલાને પોતાના પુત્રના સ્કોલરશીપ માટે આવકના દાખલાની જરૂર પડી હતી,જે અંગે મહિલા દ્વારા માણેકવાડા ગ્રામ પંચાયતમાં જરૂરી દસ્તાવેજી પુરાવા આપ્યા હતા,અને પંચાયતમાં ફરજ બજાવતા વિક્રમ વીરડાએ મહિલાને કેશોદના ગેસ્ટ હાઉસમાં આવકના દાખલાના કામના બહાને બોલાવી હતી,અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે ભોગ બનનાર મહિલાએ કેશોદ પોલીસ મથકમાં ગ્રામ પંચાયતના કર્મચારી વિક્રમ વીરડા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી,પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી વિક્રમ વીરડાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories