-
મોરબીનો યુવક બન્યો હનીટ્રેપનો ભોગ
-
બીલખા જવાનું કહીને યુવતીએ યુવકને ટ્રેપમાં ફસાવ્યો
-
ધમકી આપીને માંગ્યા હતા રૂ.50 લાખ
જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા થયા બાદ યુવક હનીટ્રેપમાં ફસાયો હતો.અને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની માંગણી કરનાર યુવક અને યુવતીની ભેંસાણ પોલીસે ધરપકડ કરી હતી.
સૌરાષ્ટ્રના મોરબીના પંકજ ડઢાણીયાને ભેંસાણમાં જાનવી નામની યુવતી સાથે વોટ્સએપમાં ચેટ કરતા મિત્રતા થઇ હતી,અને યુવતીએ પંકજને વીરપુર ખાતે મળવા બોલાવ્યો હતો.પંકજ ડઢાણીયા પોતાની પંચ કાર લઈ તેના ફોઈના દીકરા કિશન સોખરીયા સાથે વીરપુર આવ્યા હતા, અને ત્યારબાદ યુવતીએ બીલખા જવાનું કહી રસ્તામાં વોશરૂમ જવાનું બહાનું કરીને કાર રોકાવી હતી.
ત્યાં બે બાઈક પર ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા,અને જાનવીને કારમાંથી નીચે ઉતારી બાઈક પર બેસાડી હતી અને અન્ય ત્રણ શખ્સોએ ફરિયાદીની કાર લઈ તેમાં ફરિયાદીને બેસાડી વિડિઓ ઉતારી અને યુવતી મેરિડ હોય તેમ જણાવી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાનું કહી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવકે રૂપિયા આપવાનું સ્પષ્ટ ના કહી દીધું હતું. અને ત્યારબાદ પંકજે પોતાના પરિવાર સાથે ભેંસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને એક યુવકની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.