-
વિસાવદરમાં યોજાયું આપનું પ્રદેશ કાર્યકર્તા સંમેલન
-
પેટા ચૂંટણીને લઈને આપની તૈયારીઓ તેજ
-
ગોપાલ ઈટાલિયા આપમાંથી લડશે ચૂંટણી
-
ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
-
ભાજપના નેતાઓને ઇટાલિયાએ ગઝનીના વારસદાર કહ્યા
જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે આપના કાર્યકર્તાઓના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજાયું હતું.વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ગઝનીના વારસદારો કહ્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, વિસાવદર-ભેંસાણ વિધાનસભાની પેટાચૂંટણી સામાન્ય નહીં રહે. કારણ કે જેમ એક જમાનામાં મહંમદ ગઝની આખું દળ કટક લઈ આવ્યો હતો. એમ આ ચૂંટણીમાં ભાજપના બધા ગઝની અહીં આવવાના છે. ભાજપના નેતાઓના ખટારાના ખટારા અહીં ઠલવાશે. ભાજપે ગામમાં માણસ દીઠ નેતાઓ ઉતારવાનું નક્કી કર્યું છે. એ લોકો પોલીસનો પાવર વાપરશે, ગુંડાઓ, બૂટલેગરો, માફિયાઓ અને તોડબાજ અધિકારીઓનો પાવર વાપરીને તમામનો દૂર ઉપયોગ કરશે. આ ગઝનીના વારસદારો છે. જે વિસાવદર ભાંગવાના છે પણ આપણે વિસાવદર-ભેંસાણ બચાવી લેવાનું છે.
આ પ્રસંગે ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.