જૂનાગઢ : કૃષિ હવામાન વિભાગ દ્વારા ચોમાસુ 15 દિવસ વહેલા દસ્તક દે તેવી શક્યતા કરી વ્યક્ત,સમુદ્રી કાંઠા વિસ્તારોમાં વરસાદના આપ્યા સંકેત

ચોમાસુ સમય કરતા વહેલા દેશે દસ્તક કૃષિ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસુ તેના ઔપચારિક સમય કરતા લગભગ 15 દિવસ વહેલુ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી

New Update
  • ચોમાસુ સમય કરતા વહેલા દેશે દસ્તક

  • કૃષિ હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી

  • અરબી સમુદ્ર વિસ્તારમાં ચોમાસાની ગતિવિધિ તેજ

  • સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ

  • વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી છે ઠંડક

જૂનાગઢના કૃષિ હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે.જેમાં વરસાદની મોસમ સમય કરતા વહેલા દસ્તક દેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં હવામાનમાં એક નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. કૃષિ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસુ તેના ઔપચારિક સમય કરતા લગભગ 15 દિવસ વહેલુ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યું કે હાલમાં નૈઋત્ય ચોમાસુ મુંબઈ તથા તેની આસપાસના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે જ્યાં ચોમાસું જૂનના બીજા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે છેત્યાં હવે મે મહિનાના અંત સુધીમાં જ વરસાદી ગતિવિધિઓ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે.

વઘાસીયાએ વધુમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રના મધ્ય અને પૂર્વ વિસ્તારમાં ચોમાસાની પ્રવૃત્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિના પગલે ચોમાસુ હવે ગુજરાત તરફ ઝડપથી આગળ વધશે તેવી પૂરી સંભાવના છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દીવવલસાડ અને વાપી જેવા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છેજેનાથી હવામાનમાં ઠંડક તો અનુભવાઈ છે પરંતુ ભેજ વધતા બફારો પણ વધી ગયો છે.

હાલ સૌરાષ્ટ્રમાં દબાણવાળી પરિસ્થિતિ સર્જાઈ છે અને સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેના કારણે આવનારા એક-બે દિવસોમાં ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ જૂનાગઢગીર સોમનાથઅમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. શહેરો ઉપરાંત આ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડશે તેવી શક્યતા છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.