/connect-gujarat/media/post_banners/ad98156555ede62db75031735eea725fb71c7fe6acedbf0372abcd97f85fc018.jpg)
રાજકોટના યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢની એક યુવતિએ કન્સ્ટ્રકશનનાં ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો. જ્યાં રૂમમાં લઇ ગઇ હતી. બાદમાં તુરંત યુવતીના માતા, ભાઇ અને તેના મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે માર મારી ને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની વીંટી કાઢી લીધી હતી. એટલું જ નહીં રૂ. 7 લાખ સમાધાનનાં માંગ્યા હતા. પણ યુવતીની માતા હોવાનો દાવો કરનાર મહિલાએ આવી રૂ. 25 લાખ માંગ્યા હતા. આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું.
બાદમાં યુવકને મુક્ત કરતા વેપારીએ મહિલા સહિત 5 સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ એસ.ઓ.જીની ટિમ દ્વારા આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું. બનાવ સ્થળ આજુબાજુના સીસીટીવી ફુટેઝ, અને બાતમીદારો મારફતે તથા ફરીયાદમાં જણાવેલ બાઈકના રજીસ્ટ્રેશન નંબર ઉપરથી આરોપી શોધી કાઢવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા, તે દરમ્યાન આરોપીઓએ જે રૂપીયાની માંગણી કરેલ તે હનીટ્રેપના રૂપીયા જૂનાગઢ, ધોરાજી ચોકડીથી ઝાંઝરડા ચોકડીની વચ્ચે આવેલ હીંગળાજ હોટેલથી આગળના ભાગે લેવા આવનાના છે, તેવી હકીકતના આધારે પોલીસે બે મહિલા હીના કાનજી વાઢેર, નિયોજીત નરસિંહ ઠુંમ્મર, રાહુલ સુરેશ પરમાર,હિના રમેશ વિરડીયા સામે હનીટ્રેપમાં ફસાવી ગુનો આચરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.