જુનાગઢ : વિસાવદર બેઠક પર પાટીદાર નેતા કિરીટ પટેલને ભાજપની ટિકિટ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ જાહેરસભા યોજાય...

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • વિસાવદર બેઠક પર ભાજપનો મોટો દાવ

  • પાટીદાર નેતા કિરીટ પટેલને ટિકિટ આપી

  • વિસાવદર પ્રાંત કચેરી ખાતે નામાંકન ભર્યું

  • મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ સભા મળી

  • ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા 

જુનાગઢની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલએ ઉમેદવારી પત્ર ભર્યું હતુંજ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુનાગઢની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવો રમ્યો છે. પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છેત્યારે કિરીટ પટેલએ તેમના સમર્થકોહોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી મેદાનમાં પ્રવેશ કર્યો છે. ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરાયું હતુંજેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિસાવદર ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કેઆ વખતે ચૂંટણીમાં કોઈ ભૂલ નહીં થાય અને કમળ જરૂરથી જીતશે. તેમણે સ્વપક્ષના સમર્થન માટે જનતાની અખૂટ લાગણી અને વિશ્વાસ ઉપર શ્રદ્ધા વ્યક્ત કરી હતી. વહૂમાં તેઓએ જણાવ્યુ હતું કેવિકાસના માર્ગે આગળ વધી રહ્યા છીએ. વિકાસની રાજનીતિના મૂળમાં વિસાવદર બેઠેલી છે. આ બેઠક માત્ર એક વિસ્તાર નથીપણ ગુજરાતના વિકાસના વિઝનનું કેન્દ્રબિંદુ છે. મુખ્યમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા અને સેનાના માન-ગૌરવની વાત કરતાં વધુમાં જણાવ્યું કેઓપરેશન સિંદૂરની સફળતા માટે દેશના સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

Latest Stories