જૂનાગઢ : ગીર સાસણના જંગલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ભારતીય સંસ્કૃતિનો વારસો જીવંત રાખ્યો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે,

New Update
  • ગીર સાસણના જંગલમાં અભ્યાસ કરતા બાળકો

  • ભારતીય સંસ્કૃતિનો વારસો રાખ્યો જીવંત

  • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે બાળકો

  • એક શિક્ષક દ્વારા બાળકોને પીરસાય છે અભ્યાસનું ભાથુ

  • શિક્ષકના પ્રયાસોએ બાળકોના વાલીઓમાં રેલાવી ખુશી  

Advertisment

જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે,ત્યારે જંગલની વચ્ચે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે,એટલે જંગલમાં પશુ ચરાવે અને દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે એમના બાળકો અભ્યાસ કરવા જાય ક્યાં જેમાં ખાસ કરીને જંગલમાં નેસડા તો ઘણા બધા આવેલા છે.એમાં પણ ખડખડ વેહેતી હિરણ નદી અને સિંહનો વસવાટ જંગલની આસપાસ સ્કૂલ પણ ન આવેલી હોય પરંતુ પ્રશ્નએ થાય છે કે આ જંગલમાં માલધારીઓ વસવાટ કરે છે.એમના બાળકોને અભ્યાસ કરવા જવું ક્યાંત્યારે સરકાર દ્વારા કાસીયા નેસમાં એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળા ઉભી કરવામાં આવી છે.અને એક શિક્ષક પણ અહીંયા બાળકોને અભ્યાસ કરાવવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા છે.

શિક્ષક કેતન મેઘનાથીએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જંગલમાં ભલે વસવાટ કરતા હોય પરંતુ અભ્યાસમાં ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાંસ્કૃતિક વારસો કોઈએ શીખવું હોય તો અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી શીખવો પડે.જંગલ નેસડામાં બાળકોને અભ્યાસ મળતા બાળકોના વાલીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Advertisment
Latest Stories