-
જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું
-
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કર્યો પ્રયાસ
-
કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કર્યું
-
અંદાજિત એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ અપાઈ
-
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના પ્રયાસો
જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા સરાહનીય પગલુ ભર્યું છે.દિવસે ને દિવસે રાસાયણિક ખાતરોના વધારે વપરાશથી ખેતીની જમીન બંજર બની રહી છે અને ઉત્પાદિત પાક લોકોના સ્વાસ્થ્યને હાનિકારક સાબિત થઈ રહ્યો છે.ત્યારે ગુજરાતના રાજ્યપાલ દ્વારા આ ગંભીર સમસ્યાનો નિરાકરણ લાવવા માટે ખેડૂતોને જેમ બને તેમ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે જુનાગઢ જિલ્લાના 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. જે માંથી 21 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે,તેમજ જૂનાગઢ જિલ્લા કલેકટરે પ્રાકૃતિક ખેતીના સંદેશાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કર્યું છે.દર ગુરૂવારના સાંજના સમયે ખેડૂતો પોતાના પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તાલુકા કક્ષાની ઓફિસોમાં પણ પ્રાકૃતિક કૃષિ હાટ શરૂ કરવામાં આવશે.