-
ગિરનાર ડોળી એસો.ની સતત બીજા દિવસે પણ હડતાળ
-
ડોળી એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન અપાયું
-
રોપ-વેમાં અલગ ટિકિટ બારી માટે ડોળી એસો. દ્વારા માંગ
-
ડોળીવાળાઓ માટે રૂ. 100 ટિકિટના ભાવ રાખવા રજૂઆત
-
માંગ નહીં સંતોષાય તો જલદ કાર્યકમોની ચીમકી ઉચ્ચારાય
જુનાગઢના ગિરનાર રોપ-વેના ભાડા વધારા સહિતના પડતર પ્રશ્ને ગિરનાર ડોળી એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે પોતાની પડતર માંગને લઈને ગિરનાર ડોળી એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ડોળીવાળા ભાઈઓ માટે રોપ-વેમાં અલગ ટીકીટ બારીનું આયોજન કરાય, ડોળીવાળા ભાઈઓ માટે ટિકિટના 100 રૂપિયા ભાવ રાખવા માંગ કરવામાં આવી છે. હાલ ડોળીવાળા ભાઈઓને રોપ-વેમાં જવા માટે 525 રૂપિયા ચૂકવવા પડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા બાકી રહેલ 74 ડોળીવાળા ભાઈઓને દુકાન ફાળવાઈ તે બાબતે પણ આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.
અત્રે મહત્વનું છે કે, આ પૂર્વે ડોળીવાળા ભાઈઓને સરકાર દ્વારા દુકાન ફળવવામાં આવી છે. જોકે, રોપ-વે શરૂ થયા બાદ ડોળીવાળા ભાઈઓને ભવનાથમાં દુકાન ફાળવવાનો નિર્ણય જે તે સમયે કરવામાં આવ્યો હતો, ત્યારે સતત બીજા દિવસે પણ ગિરનાર ડોળી એસોસિએશનના સભ્યોએ કામથી અળગા રહી હડતાળ યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.