જૂનાગઢ: ગીર જંગલના આસપાસના વિસ્તારોમાં ઇકો ઝોનનો વિરોધ કરતા ખેડૂતો,સિંહની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ

જૂનાગઢ,ગીર સોમનાથ અને અમરેલીના 196 ગામોને ઇકો ઝોન જાહેર કરવાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે,અને વિસાવદરમાં ખેડૂતોની મહાસભામાં ખેડૂતોએ સિંહની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા હતા.

New Update

વન વિભાગના ઇકો ઝોનનો ખેડૂતોએ કર્યો વિરોધ 

સૌરાષ્ટ્રના 196 ગામમાં ઇકો ઝોન જાહેર કરાયા 

ખેડૂતોની મહાસભામાં કરાયો વિરોધ 

સિંહની સુરક્ષા સામે પણ ઉઠ્યા સવાલ 

ભાજપ નેતા પણ ખેડૂતો સાથે વિરોધમાં જોડાયા 

જૂનાગઢ,ગીર સોમનાથ અને અમરેલીના 196 ગામોને ઇકો ઝોન જાહેર કરવાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે,અને વિસાવદરમાં ખેડૂતોની મહાસભામાં ખેડૂતોએ સિંહની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા હતા.
જૂનાગઢ,ગીર સોમનાથ અને અમરેલીના 196 ગામોનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવાથી વન વિભાગની ખેડૂતોને પરેશાન કરશે અને ખેડૂતોની સમસ્યા વધશે તેવા ભયથી ત્રણે જિલ્લામાં ભારે વિરોધ ઉઠી રહ્યો છે,અને ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે વિસાવદરમાં ઈકો ઝોનમાં સમાવિષ્ઠ 28 ગામોના ખેડૂતો એકઠા થયા હતા અને ઇકો ઝોનનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.અને જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતો સિંહની સુરક્ષા કરે છે,સિંહ ઢોર ખાય જાય તો પણ કોઈ વિરોધ કરતું નથી તેમ છતાં  ઇકો ઝોન ઘોષિત કરી ખેડૂતોને વન વિભાગ હેરાન કરવા માગતું હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા. 
આ તબક્કે પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રીબડિયા પણ ખેડૂતોની સાથે ઇકો ઝોનના વિરોધમાં જોડાયા હતા.હર્ષદ રિબડીયાએ જણાવ્યું હતું કે રાજનીતિને બાજુમાં રાખીને હું કિસાનો માટે ઇકો ઝોન રદ કરવાની લડાઈમાં જોડાયો છું.વન વિભાગના જડ નિયમોને કારણે ખેડુત પરેશાન થાય છે,ત્યારે ઇકો ઝોનનો કાયદો અમલમાં મુકાયો તો 18 વર્ણના ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે તેવી ભીતિ તેઓએ વ્યક્ત કરી હતી.વધુમાં કિસાનોને નુકસાન ન થાય એટલા માટે તેઓ નિષ્પક્ષ લડાઈમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.
Latest Stories