જુનાગઢ : પારદર્શક રીતે EVM–VVPAT મશીનનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાયું, કલેક્ટર સહિત રાજકીય પક્ષોની ઉપસ્થિતિ

જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.

New Update
જુનાગઢ : પારદર્શક રીતે EVM–VVPAT મશીનનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાયું, કલેક્ટર સહિત રાજકીય પક્ષોની ઉપસ્થિતિ

જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે EVM–VVPAT મશીનનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.

Advertisment

જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું. માણાવદર 85ના 277 મતબૂથ માટે 346 EVM અને 373 VVPATની ફાળવણી કરવામાં આવી છે. માણાવદર ખાતે જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે EVM -VVPATનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું. રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં EVM અને VVPATની ફાળવણી કરવામાં આવી જેથી નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

Latest Stories