જૂનાગઢ : વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી, ડુપ્લીકેટ હવાઈ યાત્રાની ટિકિટથી થયો ઘટસ્ફોટ

જૂનાગઢના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે.

New Update
  • બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી

  • વિદેશમાં નોકરી આપવાની લાલચે છેતરપિંડી

  • બનાવટી પ્લેનની ટિકિટથી ભાંડો ફૂટ્યો

  • ભેજાબાજોએ નોકરીની લાલચ આપીને પડાવ્યાં રૂપિયા

  • ઘટના પ્રકાશમાં આવતા જ ભેજાબાજો થયા રફુચક્કર   

Advertisment

જૂનાગઢના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે. હવાઈ યાત્રાની બનાવટી ટિકિટનો ભાંડાફોડ થતા વિદેશમાં સ્થાઈ થઈને પગભર થવાનું સ્વપ્ન સેવતા યુવાનોની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યાં હતા,અને કાવતરું રચનાર ભેજાબાજો ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા હતા.

જૂનાગઢમાં આવેલા એપલવુડ શોપિંગ મોલમાં કેરિયર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને જૂનાગઢ સહિત આજુબાજુના 10 થી વધારે બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી આચરી છે.એક યુવાન દીઠ રૂપિયા 5 લાખ વસુલ કરીને ખોટી પ્લેનની ટિકિટ પકડાવી દીધી હતી અને એરપોર્ટ પર ગયા બાદ સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો.

પ્રથમ આ યુવાનોને ટ્રેન મારફતે મુંબઈ મોકલવામાં આવ્યા હતા.ત્યાંથી પ્લેનમાં બેંગ્લોર મોકલાયા હતા,આ યુવાનોને મલેશિયા અને પછી એલ્બેનિયામાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. અને પ્રથમ હપ્તો રૂપિયા 50 હજાર લીધા બાદ બાકીની પ્રોસેસ કરવા માટેના 4 લાખ 50 હજાર પણ લઈ લેવામાં આવ્યા હતા.મુંબઈ તેઓને 15 દિવસ રોકી રાખવામાં આવ્યા હતાત્યારબાદ હમણાં વિઝા નહીં થાય તેમ કહી જુનાગઢ પરત બોલાવી લેવાયા હતા,અને ફરી પાછા તેઓને નકલી ટિકિટો આપીને બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા.ત્યાં એરપોર્ટ ઉપર ટિકિટ નકલી હોવાનું જાણવા મળતા જ યુવાનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

બેરોજગાર યુવાનોના માતા પિતાએ અનેક તકલીફો વેઠીને રૂપિયા ભેગા કર્યા હતા,પોતાનો દીકરો વિદેશમાં સારી કમાણી કરીને પરિવારનું આર્થિક પાસુ મજબૂત કરશે તેવી આશા રાખી હતી,પરંતુ ઘટનામાં છેતરાયા બાદ માતા-પિતાને ખૂબ જ દુઃખ થયું હતું.બેંગ્લોર ગયેલા યુવાનો કયા મોઢે ઘરે પરત આવે તે વિચારતા હતા,પરંતુ માતા-પિતાની સમજાવટથી યુવાનો જૂનાગઢ પરત આવ્યા હતા,અને ઓફિસે જોયું તો ત્યાં તાળા મારી આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisment
Latest Stories