/connect-gujarat/media/post_banners/56f04d614559bed2437fc2df9705b44da29d538aaee62127518a964e9f15710d.jpg)
જુનાગઢ શહેરના અક્ષર જ્વેલર્સમાંથી સોનાની ઉચાપત કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
જુનાગઢ શહેરના અક્ષર જ્વેલર્સ નામની સોનાના દાગીના બનાવતી પેઢીમાંથી કુલ 1280 ગ્રામ જેની કિંમત રૂપિયા 91 લાખના સોનાના દાગીનાની ઉચાપત કરનાર જ્વેલર્સના મેનેજર સહિત 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 25.76 લાખનું સોનું તેમજ રૂ. 4.5 લાખ રોકડ રકમ પણ પણ જપ્ત કરી છે. પોલીસે ચારેય શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. અક્ષર જ્વેલર્સના મેનેજર વિરુદ્ધ રૂ. 91 લાખના 24 કેરેટના કાચા સોનાની હેરાફેરી કર્યાની ફરિયાદ અક્ષર જવેલર્સના માલિક સુનીલ રાજપરાએ નોંધાવી હતી. મેનેજર મયુર વાઘેલા અને તેના સાથીઓ કલ્પેશ નકુમ તેમજ ભૂમિત પરમારને એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. તો બીજી તરફ, આ મામલામાં અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.