Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મેઘમહેરથી ગિરનાર-દાતારની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી, સહેલાણીઓમાં ખુશી...

જુનાગઢ શહેર અને ગીરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે

X

જુનાગઢ શહેર અને ગીરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હાલ અહી કુદરતી સૌદર્યનો અદભૂત નજારો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

જુનાગઢ શહેર અને ગરવા ગીરનાર પર્વત ઉપર તેમજ આસપાસમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેથી ગીરનાર અને દાતાર પર્વતની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગીરનાર પર્વત ઉપર 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે પગથીયાઓ ઉપરથી ધસમસતા પાણીનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. જેથી અહી આવતા પ્રવાસીઓએ પણ વરસતા વરસાદની મોજ માણી હતી. ગીરનાર પર્વતના પગથીયા પરથી વરસાદી પાણીના ઝરણા વહેવા લાગ્યા હતા.

આ સાથે જ વરસાદી માહોલ વચ્ચે ગીરનાર પર્વત પર કુદરતી નજારો છવાયેલો જોવા મળ્યો હતો. જોકે, વરસાદી માહોલના પગલે પર્વત પરની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ તરફ વરસાદના પગલે વિલિંગડન ડેમ સહિત પવિત્ર દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે. તો બીજી તરફ ગિરનારના જંગલમાં ધોધમાર વરસાદ વરસતા સોનરખ નદીમાં પણ પૂર આવ્યું હતું.

Next Story