જૂનાગઢ : સારા ચોમાસાનો વરતારો,50થી વધુ આગાહીકારોએ 100 ટકા કરતા વધુ વરસાદની સંભાવના કરી વ્યક્ત

આગાહીકારો દ્વારા આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે તેવો વર્તારો કરવામાં આવ્યો છે.100 ટકા કરતા પણ વધુ વરસાદ પડશે અને ખેડૂતને તેનાથી ખૂબ જ ફાયદો થશે તેવી આગાહી પણ કરવામાં આવી

New Update
  • ગુજરાતમાં સારા વરસાદનો વરતારો

  • વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા કરાઈ આગાહી

  • 50થી વધુ અગાહીકારોએ કરી છે આગાહી

  • વાદળોના બંધાતા ગર્ભ અવલોકન પરથી કરાય છે આગાહી

  • વરસાદથી સોળ આના જેવું વર્ષ રહેવાની સંભાવના 

જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે તેવો વરતારો કરવામાં આવ્યો છે.50થી પણ વધારે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે કે 16 આની જેવું વર્ષ જશે અને 100 ટકા કરતા પણ વધુ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ અંતર્ગત રાજ્યભરમાંથી 50 થી પણ વધારે આગાહીકારો આવી પહોંચ્યા હતા.અને ભડલી વાક્યો તેમજ પશુ પક્ષીઓના અવાજ આકાશમાં વાદળોનો બંધાતો ગર્ભ સહિતના અલગ અલગ પ્રકારે કરવામાં આવતા અવલોકન ઉપર આગામી વર્ષ કેવું રહેશે તેવું પૂર્વમાં બાંધવામાં આવતું હોય છે. જેમાં મોટાભાગના આગાહીકારો દ્વારા આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે તેવો વર્તારો કરવામાં આવ્યો છે.100 ટકા કરતા પણ વધુ વરસાદ પડશે અને ખેડૂતને તેનાથી ખૂબ જ ફાયદો થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે,એટલે કે 16 આની વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

જૂનના પ્રથમ સપ્તાહમાં ખેડૂતો વાવણી કરી શકે તેઓ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.ઉપરાંત જુલાઈ મહિનાના અંત સુધીમાં ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી  છે.ચોમાસુ આ વર્ષે ખૂબ જ લાંબુ ચાલશે અને સીઝન દરમિયાન બે વાવાઝોડાની પણ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે.ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વાવાઝોડું આવી શકે તેવી શક્યતા દર્શાવી છે.ઉપરાંત ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં વિધિવત રીતે ચોમાસુ વિદાય લેશે તેમ જણાવવામાં આવ્યું છે.

ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં જુના પ્રથમ સપ્તાહમાં જ વરસાદ ધોધમાર પાડવાની સંભાવના છે.ઓરિસ્સાઆંધ્રપ્રદેશ કેરળ,તામિલનાડુ,કર્ણાટક,મહારાષ્ટ્ર,ગોવા સુધી એલર્ટ રહેશે તેમ જ 8 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે.વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈને ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય તેવી પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી છે.ઉપરાંત આગાહીકારોએ ખેડૂતોને કપાસ,મગફળીસોયાબીન સહિતના પાકો બાબતે પણ જરૂરી સૂચનો કર્યા છે.

Read the Next Article

જુનાગઢ : રૂ. 10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ લઈ રફુચક્કર થયેલી ઝાંસીની લૂંટેરી દુલ્હન પોલીસના હાથે ઝડપાય...

જુનાગઢના માળીયા હાટીના ગામના યુવકને ઝાંસીની યુવતીએ લગ્નની લાલચ આપી રૂ. 10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ રકમ લઈ ફરાર થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

New Update
  • માળીયા હાટીના ગામના યુવક સાથે થઈ છેતરપિંડી

  • ઝાંસીની યુવતીએ યુવકને આપી હતી લગ્નની લાલચ

  • 10 લાખના દાગીના3.50 લાખ રોકડ લઈ ફરાર થઈ

  • પોલીસે લૂંટેરી દુલ્હનની અટકાયત કરી તપાસ આદરી

  • યુવતીએ 5 જેટલા યુવકોને બનાવ્યા શિકાર : પોલીસ

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ગામના યુવકને ઝાંસીની યુવતીએ લગ્નની લાલચ આપી રૂ. 10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ રકમ લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

જુનાગઢના માળિયા હાટીના ખાતે રહેતા અમિત પંડ્યા નામના યુવક સાથે લગ્ન કરવાની લાલચ આપી ઝાંસીની રોશની જવાહર નામની યુવતીએ યુવકને ફસાવ્યો હતો. ગત મે માસમાં યુવકને વિશ્વાસમાં લઈ યુવતી તેના ઘરે રહેવા આવી હતીજ્યાં યુવકે સોનાના ઘરેણા બનાવડાવી આપ્યા હતાઆ સાથે જ યુવકે રોકડ રકમ પણ ઘરમાં રાખી હતી. જોકેયુવક જુનાગઢ ખાતે કામ અર્થે જતાં યુવતી રૂ. 10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ રકમ લઈ ઝાંસી જતી રહી હતી.

જેમાં તેણીએ ફરી સંપર્ક કરતા યુવકને ઝાંસી બોલાવ્યો હતોજ્યાં લગ્ન માટે કહેતા ઉત્તરાખંડના ત્રિયુગીનારાયણ મંદિરે લઈ જઈ હારતોરા કર્યા હતા. ત્યારબાદ ત્યાંથી યુવતીને પોતાના પરિવારને મળવા નહીં દઈ યુવક યુવતીને પરત માળિયા હાટીના લઈ આવ્યો હતો. જોકેયુવકને હવે લગ્ન નહી કરે તેવું જણાતા વારંવાર ઘરેણા અને રોકડ પરત કરવા માંગ કરી હતી. આથી યુવતીએ તેના સાથે મારપીટ કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો વિડિયો પણ બનાવ્યો હતો.

સમગ્ર મામલે યુવકે ગત મે મહિનામાં જ પોલીસ મથકે અરજી કરી હતી. જે પછી ફરિયાદ પણ નોંધાવી હતી. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કેઆ યુવતીએ 5 જેટલા યુવકોને શિકાર બનાવી લૂંટ ચલાવી છેત્યારે હાલ તો પોલીસે લૂંટેરી દુલ્હનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.