ગીર જંગલમાં એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા
સિંહોની વધતી સંખ્યા-સુરક્ષા હેતુસર સરકાર કટિબદ્ધ
કેટલાક ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો
જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ
તમામ ગામના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું
ગીર જંગલમાં એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા અને સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈ આ તમામ ગામના ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગીર વિસ્તારમાં લઈ તા. 18 સપ્ટેમ્બર 2024ના રોજ ગેજેટ પસાર કરવામાં આવ્યું હતું. ગીર જંગલમાં એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા અને સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈ તમામ ગામના ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
જૂનાગઢ મેંદરડાના 21 ગામના ખેડૂતોએ 4 કિમી રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ઇકો ઝોન કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. આ તમામ ગામના ખેડૂતોમાં રોષે ભરાયાં હતા, અને ગાંધીનગર સુધી જવાની ચીમકી ઉચ્ચારી હતી. ઇકો ઝોન હેઠળ આવતા ગામના ખેડૂતોનું કહેવું છે કે, ખેડૂત તો ગીરનું રક્ષણ કરે છે, તો શા માટે આ કાયદા હેઠળ ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
જોકે, પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવાના આશયથી ઈકો ઝોનનો કાયદો અમલીકરણ માટેનું નોટીફિકકેશન બહાર પાડતા ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. આ મામલે અમરેલી જિલ્લાના ખાંભા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખાંભા તાલુકા કિસાન સમિતિના નેજા હેઠળ મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને નુકશાન કરતા ઇકો ઝોનનો કાયદો રદ કરવાની માંગ ઉઠી હતી. ખાંભા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવીને 36 જેટલા ગામડાઓના ખેડૂતોએ સરકાર પાસે ખેડૂતોને બચાવવાની માંગ કરી છે.