નમ્રમુનિ મહારાજનો 55મો જન્મદિન
માનવતા મહોત્સવનું કરાયું આયોજન
ત્રિદિવસીય મહોત્સવ યોજાયો
મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પ્રોજેક્ટનો પ્રારંભ
હર્ષ સંઘવી,અક્ષયકુમાર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
જૂનાગઢમાં નમ્રમુનિ મહારાજનો 55માં જન્મદિને માનવતા મહોત્સવ નિમિત્તે 300 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી,ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર, સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢના ગિરનારની પવિત્ર ભૂમિ પર આગામી તારીખ 26, 27 અને 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના 55માં જન્મોત્સવ નિમિત્તે 'માનવતા મહોત્સવ'નું ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર સહિત રાજકીય આગેવાનો નમ્રમુનિ મહારાજની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.
દર વર્ષે યોજાતા માનવતા મહોત્સવ અંતર્ગત લાચાર, દુઃખી, અબોલ અને વેદનાગ્રસ્ત એવા લાખો જીવોને શાતા પમાડતા અનેકવિધ સત્કાર્યો અને જીવદયાના પ્રકલ્પો કાર્યરત કરવામાં આવે છે. આ વર્ષે પણ પારમાર્થિક ભાવના સાથે માનવતાના આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે નમ્રમુનિ મહારાજની સંસ્થા દ્વારા જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે 300 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.