જુનાગઢ : સિંહો હવે, માનવ વસાહત તરફ વળતાં સ્થાનિકોમાં ભય, વન વિભાગ પણ થયું સતર્ક..!

જંગલ વિસ્તારમાં રહેતા સિંહો હવે માનવ વસાહત તરફ આવવા લાગતા લોકોમાં પણ અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે માનવ વસાહત તરફ આવતા સિંહોની અવરજવર મુદ્દે વન વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

New Update
  • જંગલ વિસ્તારમાં રહેતા સિંહો માનવ વસાહત તરફ વળ્યા

  • પશુ અને માનવ પર સિંહાના હુમલાની ઘટનામાં પણ વધારો

  • સોસાયટીમાં સિંહોએ ગાયનું મારણ કરતાં સ્થાનિકોમાં ભય

  • સિંહો માનવ વસાહત તરફ ન આવે દિશામાં કામગીરી જરૂરી

  • પંથકમાં સિંહોની અવરજવર વધતાં વન વિભાગ સતર્ક થયું

જંગલ વિસ્તારમાં રહેતા સિંહો હવે માનવ વસાહત તરફ આવવા લાગતા લોકોમાં પણ અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો છેત્યારે માનવ વસાહત તરફ આવતા સિંહોની અવરજવર મુદ્દે વન વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

ગીર પંથકમાં વન્યપ્રાણીનો આતંક હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. કેટલાક રહેણાંક વિસ્તારો અને સીમ વિસ્તારમાં પશુ અને માનવ પર હુમલાની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં તાજેતરમાં અમરેલી પંથકમાં પણ સિંહના હુમલામાં 2 લોકો ઘવાયા હતા. તો બીજી તરફજુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં 3 સિંહોએ આવી ગાયનું મારણ કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જેમાં સિંહો માનવ વસાહત તરફ આવી ન ચડે તે દિશામાં કામગીરી કરાય તે અંગે વન વિભાગને રજૂઆત કરી હતી.

સમગ્ર મામલે જુનાગઢ વન વિભાગના અધિકારી કે. રમેશે જણાવ્યું હતું કેહાલ જે વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છેતેમાં એક માદા સિંહણે ત્રણેક વર્ષ પહેલાં 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. જે સિંહબાળ હવે મોટા થયા છે. જેમ જેમ માનવ વસ્તી વધે છેતેમ સિંહોની વસ્તી પણ વધતી જાય છેતેમજ રખડતાં પશુઓના કારણે પણ સિંહો માનવ વસાહત તરફ આવવા લાગ્યા છેજ્યાં જ્યાં લાઈટો નથીત્યાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતને સ્ટ્રીટ લાઈટો મુકવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ માનવને સિંહે નુકશાન કર્યું નથી. આ મુદ્દે વન વિભાગ સતત કાર્યરત છેજે સિંહો માનવ વસાહત તરફ ન આવે તેવા પ્રયાસો કરી રહ્યું છે.

Latest Stories