પ્રમુખ નગરનાં રહીશો પરેશાન
ઉભરાતી ગટરની સમસ્યા બની ગંભીર
આડેધડ ખોદકામથી લોકોને હાલાકી
ગટરનાં પાણીમાંથી પસાર થતા લોકો
મનપા કોર્પોરેટરે કર્યો પોતાનો બચાવ
જૂનાગઢના વોર્ડ નંબર 12ના પ્રમુખ નગર વિસ્તારમાં ગટરના પ્રશ્ને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,દુષિત પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલરૂપ બન્યું છે.
જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 12માં આવેલ પ્રમુખ નગર વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર વહેતા થતા આ વિસ્તારના લોકોમાં આક્રોશ ફેલાયો છે, પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે,મહાનગરપાલિકાની આડેધડ કામગીરી અને કોઈપણ જાતના સંકલન કે આવડત વગર શહેરમાં કરોડોના ખર્ચે વિકાસના કામો હેઠળ સ્થાનિક પ્રજાને પરેશાન કરવામાં આવી રહી હોવાનું લોકો રોષપૂર્વક જણાવી રહ્યા છે.વધુમાં ગટરના પાણીમાંથી સ્થાનિકો ચાલીને પસાર થવા માટે મજબૂર બન્યા છે.
જ્યારે આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર પોતાનો લુલો બચાવ કરી વિકાસ કામો ચાલે છે તેવું કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા, રોજબરોજ ખોદાયેલા ખાડાઓમાં વાહનચાલકો સ્લીપ થઈ ખાડામાં પડવાના બનાવો વધ્યા છે, સ્કૂલે આવતા જતા બાળકો આ ખોદાયેલ રોડ રસ્તાઓ અને ચીકણી માટી જોખમી બની છે.ત્યારે મનપા દ્વારા લોકોની સમસ્યાનું સુખદ નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે.