સુરેન્દ્રનગર : સુરેલ સીમના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલ માટેનો વિકટ પ્રશ્ન,ખેડૂતોની ચિંતામાં વધારો
સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી થયેલી સતત મેઘમહેર વચ્ચે લિંબાયત વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસુ સક્રિય થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર પહોંચી ગયું હતું. પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જૂનાગઢના વોર્ડ નંબર 12ના પ્રમુખ નગર વિસ્તારમાં ગટરના પ્રશ્ને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,દુષિત પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલરૂપ બન્યું છે.
ભરૂચ બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી.
ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો