જુનાગઢ : વિદેશમાં મગફળીની ઓછી માંગ થતાં ઉદ્યોગોને માઠી અસર, વેપારીઓના લલાટે ચિંતાની લકીર...

દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો કહી શકાય અને સોરઠ પંથકમાં અનેક કારખાનેદારો સીંગદાણાના ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવે છે,

New Update
  • દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો ઉદ્યોગ

  • સોરઠ પંથકમાં અનેક કારખાનેદારોનો રહ્યો મુખ્ય ઉદ્યોગ

  • હાલ મગફળીના દાણાની વિદેશમાં રહી છે ઓછી માંગ

  • પંથકના બજારમાં પણ જોવા મળ્યો છે મંદીનો માહોલ

  • સીંગદાણા ઉદ્યોગ માટે સરકારે વિચારવું જોઈએ : વેપારી

Advertisment

દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો કહી શકાય અને સોરઠ પંથકમાં અનેક કારખાનેદારો સીંગદાણાના ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવે છેત્યારે હાલ મગફળીના દાણાની વિદેશમાં ઓછી માંગ હોવાથી જુનાગઢ પંથકના બજારોમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે.

જુનાગઢમાં 180થી વધુ અને કેશોદમાં 120 જેટલા સીંગદાણાના કારખાના કાર્યરત છેજેમાંથી 80 ટકા જેટલા કારખાના બંધ પડેલી હાલતમાં છેઅને બાકીના અમુક કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. આ વખતે મગફળી એક ખાંડી એટલે કે20 મણના કારખાને પહોંચતા 22,500 જેટલો ભાવ થાય છે. આ ભાવે મગફળી ખરીદી કરી દાણા તૈયાર કરવામાં આવે છેજેનો ખર્ચ હિસાબ કરવામાં આવે તો 84થી 86 રૂપિયા પ્રતિ કિલો મગફળીના ભાવ પડે છેજ્યારે બજારમાં દાણા 78થી 82 રૂપિયા ભાવ છે. જો વેપારી મગફળીમાંથી દાણો તૈયાર કરે તો તેને કિલોના 4થી 6 રૂપિયા જેટલી નુકશાની થાય છે.

વિદેશમાં જ્યારે સીંગદાણાના સારી એવી ઘરાકી નીકળશે તો ફરી દાણાના ભાવમાં ઉછાળો આવે તો કારખાના ધમધમતો થાય તેમ વેપારીઓનું માનવું છે. દાણાનો સ્ટોક થતો જાય તો પૈસાનું પણ ખૂબ મોટું રોકાણ વધી જાય છે. રોકડ બાદ પણ દાણાની બજારમાં સુધારો ન આવે તો વેપારીઓને પણ ખૂબ જ નુકશાન જાય તેવી શક્યતા છેજેથી વેપારીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેતા નથી. ગત વર્ષે પણ મગફળીના ઓછા ભાવ રહ્યા હતાઅને તેમાં પણ વેપારીઓની આશા મુજબ ઉછાળો ન આવતા મગફળીનો સંગ્રહ કરતા વેપારીઓને તેજીની આશાએ મોટી નુકશાની થઈ હતી. આ વખતે પણ જો આવી પરિસ્થિતિ રહેશે તો વધુ નુકશાન થવાની શક્યતા છે.

જુનાગઢ જિલ્લાની 3.28 લાખ હેક્ટર વાવેતર લાઇક જમીનમાંથી 1.92 લાખ હેક્ટરમાં તેમજ ગીર સોમનાથ જિલ્લાની 1.48 લાખ હેક્ટર વાવેતર લાઇક જમીનમાંથી 78,000 હેક્ટર જમીનમાં અને પોરબંદર એક પણ 10 લાખ હેક્ટર જમીનમાંથી 75000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છેત્યારે પૂરતા મગફળીના ભાવ ન મળતા ખેડૂતને તે નુકશાની થાય છે. પરંતુ સીંગદાણાના કારખાનેદારોને પણ નુકશાનીનો ભોગ બનવું પડે છે. ઉપરાંત અન્ય રાજ્યના સિંગદાણાના વેપારીઓ GST વગરનો માલ આપતા હોવાથી મોટાભાગના ગ્રાહકો તેમની તરફ ફંટાયા છેઅને સૌરાષ્ટ્રના સિંગદાણાના મોટા ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેજો આ ઉદ્યોગને બચાવવો હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સીંગદાણા ઉદ્યોગ માટે વિચારવું જોઈએઅને તેની બાય પ્રોડક્ટ જેટલી છેતેમાં જે GST ચાર્જ વસૂલવામાં આવે છેતે અંગે પણ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો, 33 અરજીઓનો કરાયો નિકાલ

નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

New Update
1

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના  અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૩૩ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Advertisment