Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભવનાથના મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન...

ગિરનારની તળેટીએ આવેલ ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહાશિવરાત્રીના મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહીસ્નાન બાદ વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું.

X

જુનાગઢના ગિરનારની તળેટીએ આવેલ ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહાશિવરાત્રીના મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહીસ્નાન બાદ વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું.

ગરવા ગિરનારની ગોદમાં પાંચ દિવસીય યોજાયેલ મહાશિવરાત્રીનો મેળો ગત રાત્રીના 12 કલાકે વિધિવત રીતે સંપન્ન થયો હતો. ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થયો હતો. શાહી સ્નાન સમયે સન્યાસીઓએ હર હર મહાદેવનો જયઘોષ કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. આ પૂર્વે ભવનાથ ધામમાં શાહી રવેડી નીકળી હતી, જેને આ પવિત્ર મેળાનું આકર્ષણ માનવમાં આવે છે. તો બીજી તરફ આ રવેડીને જોવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પણ ઉમટ્યા હતા. મહત્વનું છે કે, કોરાના કાળ બાદ આયોજીત મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકોએ ભવનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story
Share it