જુનાગઢ : લગ્નની લાલચ આપી યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસના ચોપડે ચડ્યો...

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપી નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

New Update
  • કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ચકચારી ઘટના

  • નરાધમે લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

  • દુષ્કર્મ બાદ યુવતીના ચારિત્ર્ય પર શંકા કરી તરછોડી

  • શે૨ગઢના નરાધમ યુવક વિરુદ્ધ પોલીસે ગુન્હોં નોંધ્યો

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપી નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમશાળા ખાતે નોકરીએ જતી યુવતી દુષ્કર્મનો ભોગ બનતા ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. મળતી માહિતી અનુસારયુવતી સાથે દુષ્કર્મ થયું તે પહેલાં ફરિયાદી અને યુવતી બન્ને લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતાં હતાંત્યારે બન્નેની એકબીજા સાથે મુલાકાત થઈ હતી. આરોપીએ ફરિયાદી યુવતીને સગાઈ અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીંદુષ્કર્મ બાદ યુવતીના ચારિત્ર્ય પર શંકા કરી તરછોડી દઈ લગ્ન નહીં કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતોત્યારે શે૨ગઢ ગામે રહેતા નરાધમ યુવક અજિત ડાંગર વિરૂદ્ધ પોલીસે દુષ્કર્મનો ગુન્હોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.