જૂનાગઢ: 35 સરપંચોના સામુહિક રાજીનામાથી ખળભળાટ,વહીવટી તંત્રની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો?

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાણાકીય તેમજ વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update

જૂનાગઢમાં 35 સરપંચના રાજીનામાથી ખળભળાટ 

જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે નારાજગી

નાણાકીય અને વહીવટી બાબતો અંગે સરપંચોમાં રોષ

તંત્રની અણઆવડતથી ગામોમાં કામો ખોરંભે ચઢયા

રાજીનામા સામે શું કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાણાકીય તેમજ વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે,અને જેના પરિણામે 35 સરપંચોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો.
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અણઆવડતના કારણોસર તાલુકાના ગામોના સરપંચોમાં ભારે અવિશ્વાસ ઉભો થયો છે,જેના કારણે રાજ્યના તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.નારાજ સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાણાંકીય તેમજ વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાનું જણાવી રહ્યા છે.જેના કારણોસર સ્થાનિકોના જાહેર હિતને ધ્યાનમાં રાખી સંપૂર્ણ નારાજગીથી જુનાગઢ તાલુકાના તમામ ગામોમાં કામો ખોરંભે ચઢ્યા છે. જુનાગઢ તાલુકાના તમામ સરપંચોએ હોદ્દા પરથી રાજીનામા ધરી દેતા હાલ ચકચાર મચી જવા પામી છે.  જૂનાગઢ તાલુકા સરપંચ યુનિયનને રજુઆત કરી સરપંચ પદેથી રાજીનામા મંજૂર કરવા રજૂઆત કરી હતી.આ મુદ્દે તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા રજુઆત કરાઈ હતી અને હાલ 35 જેટલા સરપંચોએ રાજીનામા આપ્યા હતા,હવે વહીવટી તંત્ર સરપંચો દ્વારા આપવામાં આવેલા રાજીનામા સામે શું કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું.


#Gujarat #CGNews #Junagadh #village #sarpanch #Resign
Here are a few more articles:
Read the Next Article