જૂનાગઢ: રેલવે ફાટકની સમસ્યાને લઈને સાંસદ અને ધારાસભ્ય દ્વારા રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

જૂનાગઢના પ્રાણ પ્રશ્ન  રેલવે ફાટક સહિતના પ્રશ્નોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.

New Update
  • કેન્દ્રીય રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

  • સાંસદ,ધારાસભ્યએ રેલવે મંત્રીને કરી રજૂઆત

  • રેલવેના વિવિધ પ્રશ્નોનું આવશે નિરાકરણ

  • કેન્દ્રીય રેલવે મંત્રીએ અધિકારીઓને કર્યું જરૂરી સૂચન

  • રેલવે પ્રશ્નોનું નિરાકરણ આવશે,લોકોને બંધાય આશા

જૂનાગઢના પ્રાણ પ્રશ્ન  રેલવે ફાટક સહિતના પ્રશ્નોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.

જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા રેલવે લાઈન દૂર કરવા માટે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી.રેલવે લાઇનને પિલ્લર ઉપર બનાવવામાં આવે તે માટેના પ્રોજેક્ટ અંગે તેમજ ગાંધીગ્રામમાં નવું રેલવે સ્ટેશન બનાવવા માટે જણાવવામાં આવ્યું છે.અને રેલવેની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથને વંદે ભારતની ટ્રેનનો લાભ મળે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. અને લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરીને રજૂઆત કરતા રેલવે મંત્રી દ્વારા જુનાગઢના રેલવેના પ્રશ્નોને લઈને અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી.જેના પરિણામે આગામી સમયમાં રેલવેને લગતી સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવો આશાવાદ લોકો વ્યક્ત લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories