Connect Gujarat
ગુજરાત

જુનાગઢ "હત્યા" કેસ : મુખ્ય સુત્રધાર પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા, પોલીસે તપાસ તેજ કરી...

જુનાગઢ શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા સાઈનાઈડ કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા છે..

X

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જુનાગઢ હત્યા કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા છે. તેની પાસેથી પોલીસને 2 પિસ્તોલ અને 1 રિવોલ્વર મળી આવી છે. જુનાગઢ શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા સાઈનાઈડ કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા છે. ગત 28 તારીખના રોજ સાઈનાઈડ પીવાથી 2 વ્યક્તિના મોત થયા હતા. આ મામલે પોલીસે મૃતકની પત્ની, તેના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી હતી. બાદમાં સાઈનાઈડ સપ્લાય કરનાર ઈકબાલ ઉર્ફે આઝાદની ધરપકડ કરી હતી.

પોલીસે ઈકબાલના રિમાન્ડ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર હથિયારનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 2 પિસ્તોલ અને 1 રિવોલ્વર મળી આવી છે. ઉપરાંત એક ગેસ ગન અને અલગ-અલગ 30 જેટલા જીવતા કાર્ટીસ મળી આવ્યા છે. જુનાગઢમાં અલગ-અલગ જગ્યાએ અનેક ગુનામાં સંડોવાયેલા ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયારનો અંદાજીત રૂપિયા 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુનાગઢમાં 2 રિક્ષાચાલકોની કરાયેલી હત્યા મામલે નવો ખુલાસો થયો હતો. આ મામલે અમદાવાદ કનેક્શન પણ સામે આવ્યું હતું.

બન્ને રિક્ષાચાલકોની હત્યામાં વપરાયેલ સોડિયમ સાયનાઈડ અમદાવાદ ટ્રેડિંગ ફર્મ ઉમા કેમિકલ્સમાંથી ખરીદવામાં આવ્યું હતું. સાડી ઉદ્યોગમાં ફેબ્રિક ચમક આપવા માટે તેને ઉપયોગ કરવામાં આવશે, તેમ કહીને સોડિયમ સાયનાઈડ ખરીદવામાં આવ્યું હતું. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ કેસના મુખ્ય આરોપી આસિફ ચૌહાણના બાળપણના મિત્ર ઇકબાલ ઉર્ફે આઝાદ શેખની સાઇનાઇડ મેળવવામાં મદદ કરવા બદલ ધરપકડ કરી હતી.

Next Story