Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : માંગરોળના શેરીયાજ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો વાળા કોઝ-વેની તપાસ કરતા અધિકારીઓ...

માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

X

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પણ આ કામમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાનાં ગામ લોકોનો આક્ષેપો

વચ્ચે કોઝ-વેના કામમાં પથ્થરો નાખીને ભરાઈ થતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જે વિડીયોમાં જોતા ઉચ્ચ કક્ષાએથી તપાસની ટીમ આવતાં આ કોઝ-વેને તોડીને ફરીથી બનાવવા સૂચના અપાઇ હતી. જોકે, ભ્રષ્ટાચાર કરતી કોન્ટ્રાક્ટ પેઢીને બ્લેક લિસ્ટમાં મુકવા લોકમાંગ ઉઠી છે. સ્થાનિક અધિકારીઓને આ બાબતે ભનક પણ ન હતી કે, પછી અધિકારીઓની પણ મીલીભગત હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જેથી આવા અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

Next Story