જુનાગઢ : સિંહ દર્શનની શરૂઆત થતા જ ઓનલાઇન ફ્રોડ માફિયાઓ સક્રિય થયા, સરકારી વેબસાઈટ પરથી જ લોકોને બુકિંગ કરવા મંત્રીની અપીલ

જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય થયા છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • વન મંત્રી મુળુ બેરાનું નિવેદન

  • સાસણમાં ઓનલાઇન સિંહ પરમિટ મામલે નિવેદન

  • સાયબર ફ્રોડની ઉઠી છે ફરિયાદ

  • સાયબર ક્રાઇમ મારફત તપાસ ચાલુ

  • સરકારી વેબસાઈટ પરથી બુકિંગ કરવા અપીલ

જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય થયા છે,જે અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

જૂનાગઢનું સાસણ ગીર પ્રવાસીઓની પસંદગીનું પ્રથમ સ્થળ છે,અને સિંહ દર્શનનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લ્હાવો લે છે.ત્યારે સિંહ દર્શનની શરૂઆત થતા જ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શન માટે આવી રહ્યા છે,જોકે કેટલાક ભેજાબાજો પ્રવાસીઓને ઠગવાનો કારસો પણ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે,અને ઓનલાઇન બુકિંગના નામે પ્રવાસીઓ સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યું છે.આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઇન ફ્રોડ કરતા તત્વો સક્રિય થયા હોવા અંગેની માહિતી મળી છે,અને તે સંદર્ભે જરૂરી તપાસ પણ કરવામાં આવી રહી છે.ત્યારે ઓનલાઇન બુકિંગ માત્ર સરકારી વેબસાઈટ પરથી જ કરવા માટે પણ મંત્રીએ અપીલ કરી છે.

Latest Stories