/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
કાળવા ચોક વિસ્તારમાં અસામાજિક તત્વનો આતંક
રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈને મચાવી ધમાલ
પૈસાની માંગણી કરી એક રિક્ષાચાલકને માર માર્યો
ધમાલ મચાવનાર શખ્સની પોલીસ દ્વારા ધરપકડ
આરોપી સામે અનેક ગુના દાખલ હોવાનું સામે આવ્યું
જુનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે શહેરના હ્રદય સમાં કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે અસામાજિક તત્વએ તિક્ષણ હથિયાર લઈને ધમાલ મચાવી હતી, જ્યારે એક રિક્ષાચાલક પાસેથી પૈસાની માંગણી કરી હથિયાર વડે માર માર્યો હતો, અને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. સમગ્ર મામલે પોલીસની જુદી જુદી ટીમો સ્થળ પર દોડી આવી હતી, અને ફિલ્મી સ્ટાઇલમાં આતંક મચાવનાર વિજય ચુડાસમા નામના શખ્સને ઝડપી પડ્યો છે. ઝડપાયેલ આરોપી સામે અનેક ગુનાઓ દાખલ હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/08/demolition-2025-07-08-13-39-45.jpeg)
LIVE