Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર વડથ ગામના 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ...

ભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સોને જુનાગઢ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

જુનાગઢના ભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સોને જુનાગઢ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢના ભેસાણ તાલુકાના ગળથ ગામમાં વાડીના રસ્તે દરગાહ પાસે પૂર્વ સરપંચ વિનુ ડોબરીયાની હત્યા કરવામાં આવી હતી. રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ગળા, પેટ અને છાતીના ભાગે ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. હત્યાને લઈને ભેસાણ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. DIG નિલેશ ઝાંઝરીયાની સૂચનાથી એસપી હર્ષદ મહેતાએ આરોપીઓને ઝડપી લેવા માટે ભેસાણ પોલીસ ઉપરાંત એસોજી અને એલસીબીની ટીમને તપાસમાં કામે લગાડી હતી. જેમાં વડથ ગામના હત્યારા જશુ ગોરખ અને રાજુ બચ્યાને જેતપુર-બગસરા રોડ પરથી પસાર થતાં હોવાની બાતમીના આધારે જુનાગઢ પોલીસે દબોચી લીધા હતા.

Next Story