-
કુખ્યાત ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહી
-
પોલીસે નવ આરોપીઓ સામે કસ્યો કાયદાનો સકંજો
-
ગંભીર ગુન્હાઓ આચરીને ભય ફેલાવતા હતા
-
આરોપીઓ વિરુદ્ધ 153 ગુન્હો પોલીસ ચોપડે નોંધાયા છે
-
પોલીસની કાર્યવાહીથી ગુનેગારી આલમમાં ફફડાટ
જુનાગઢ,ગીર સોમનાથ અને રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગંભીર ગુન્હાઓ આચરતી કુખ્યાત ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. છેલ્લા ચાર મહિનામાં પોલીસે ચાર ગેંગ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.
જૂનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ગુન્હાઓ આચરતી જૂનાગઢની ચાર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો છે.ત્યારે જૂનાગઢ પોલીસે જુનાગઢ ગીર સોમનાથ,રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુન્હાઓને અંજામ આપતી જુનાગઢની ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો છે.જેમાં સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઇ વિશળ,નાઝીમ હબીબભાઇ સોઢા,સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહંમદ બ્લોચ,અને અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા,અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજ,અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા,જુસબ ઉફ્રે કારીયો તૈયબ વિશળ, સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ આ તમામ વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો છે.
આ ગેંગ છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢ, ગીર-સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ જેમાં ખુન, ખુનની કોશીષ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઇજા, ખાનગી મિલ્કતને નુકશાન, મારા-મારી, જાનથી મારી નાંખવાની ધમકી, પ્રોહીબીશન, જુગારધારા જેવા ગુન્હાઓ આચરી ભયનું વાતાવરણ ઉભુ કરી ગુન્હા આચરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
આ ગેંગના 9 સભ્યો જેમાં સલમાન ઉર્ફે સલિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં 25 ગુન્હા,નાઝીમ હબીબ સોઢા વિરુદ્ધ 21 ગુન્હા, સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ 8 ગુન્હા,અજીત ઉર્ફે મંત્રી આમદ વિરુદ્ધ 22 ગુન્હા, અમીન ઉર્ફે છોટે મંત્રી વિરુદ્ધ 9 ગુન્હા, અસલમ ઉર્ફે છમિયો વિરુદ્ધ 6 ગુન્હા, જુસબ ઉર્ફે કાર્યો વિરુદ્ધ 22 ગુન્હા, અને સાજીદ ઉર્ફે બોળો વિરુદ્ધ 23 મળી આ ગેંગ વિરુદ્ધ કુલ 153 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.