જૂનાગઢ : પવન સાથે વરસેલા વરસાદમાં મગફળી,સોયાબીન અને કપાસના પાકમાં નુકસાન,ખેડૂતોની ચિતામાં વધારો

જુનાગઢ જિલ્લામાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા તૈયાર પાક વરસાદથી બગડી જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. મેંદરડા તાલુકાના ખડપીપળી સહિતના ગામોમાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

New Update
  • કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

  • મગફળી,સોયાબીન,કપાસનો પાક બગડ્યો

  • પાંચ દિવસથી પવન અને વરસાદથી ખેડૂતો ચિંતિત

  • પાક નુકસાની માટે સર્વે કરવાની માંગ

  • ખેડૂતો સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ

જુનાગઢ જિલ્લામાં પાછલા પાંચ દિવસથી પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને મેંદરડા તાલુકાના ખડપીપળી ગામ સહિતના ગામોમાં મગફળી,સોયાબીન અને કપાસનો પાક વરસાદથી પલળી જતાં ખેડૂતોના ચહેરા પરથી ખુશી છીનવાય ગઈ છેએક વિઘામાં જમીનમાં 12 હજારથી વધુ ખર્ચ કરનાર ખેડૂતોની મહેનત કુદરતના પ્રકોપ સામે લાચાર બની ગઈ છે. પાક ઉપજ્યા બાદ ખેતરમાં જ પડેલો હોવા છતાં મેઘરાજાના પ્રકોપથી  વરસાદે પાકને નષ્ટ કરી નાખ્યો છે.ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરે પણ સરકારને તાત્કાલિક પાક નુકસાનનો સર્વે હાથ ધરવા રજૂઆત કરી છે. પરંતુ હકીકતમાં હજી સુધી કોઈ કામગીરી આજ દિવસ સુધી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ વ્યાપી રહ્યો છે.તો બીજી તરફ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના અધિકારી આ મામલે ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે મિટીંગોને કારણે સમય નથી અને કોઈ લેખિત અરજી મળી પણ નથી. ત્યારે સવાલ ઉભા થયા છે કે કમોસમી વરસાદને લઇને ઘણી જગ્યાએ પાકમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. છતાં અધિકારીઓ કાગળ અને માંગણીની અરજીઓની રાહ શા માટે જોતા હશે?  જુનાગઢ જિલ્લાના ખેડૂતો કુદરતી આફત સામે સંઘર્ષ કરી રહ્યા છે. પાક બગડવાથી જીવન જરૂરિયાત પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. ખેડૂતો હવે સરકાર તરફ સહાયની આશાભરી નજરે ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે.

Latest Stories