જૂનાગઢ : મકરસંક્રાંતિ નિમિત્તે સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા યોજાઈ મમરાના લાડુ ખાવાની સ્પર્ધા

મમરાના લાડુ ખાવા સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી,સતત 13 વર્ષથી સિનિયર સીટીઝન ગૃપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે

New Update

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે મમરાના લાડુ ખાવાની અનોખી સ્પર્ધા

સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા યોજાય છે આ સ્પર્ધા

19 ભાઈઓ અને  16 બહેનોએ લીધો સ્પર્ધામાં ભાગ

13 વર્ષથી સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા કરાય છે આયોજન

60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કરવામાં આવે છે આયોજન 

જુનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા મકરસંક્રાંતિ પ્રસંગની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે મમરાના લાડુની હરીફાઈ યોજવામાં આવી હતી.જૂનાગઢના સિનિયર  સિટીઝન્સ મંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વની સૌથી અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે મોટી સંખ્યામાં સિનિયર  સિટીઝન્સ ભેગા મળીને મકરસંક્રાંતિની ઉજવણીમાં જોડાયા હતા.

ખાસ કરીને આ પ્રસંગે મમરાના લાડુ ખાવા સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી,સતત 13 વર્ષથી સિનિયર સીટીઝન ગૃપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.જેમાં ઉત્સાહભેર સ્પર્ધકોએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories