/connect-gujarat/media/post_banners/c568f50e43e39f6e8cc468fd5f3522c3099d3f00de06c608a032819733c65255.jpg)
હાલ રાજ્યમાં ધોરણ 10અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરવા જુનાગઢના દોલતપરા વિસ્તારમાં નકલી રીસીપ્ટ બનાવવામાં આવતી હોવાની પોલીસને માહિતી મળી હતી. જે મુજબ પોલીસે દોલતપરા વિસ્તારમાં આવેલ નેમિનાથ નગરના એક મકાનમાં રેડ કરી હતી. જેમાં ધોરણ 10 અને 12ની નકલી રીસીપ્ટનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ મળી કુલ રૂપિયા 28 હજારના મુદ્દામાલ સાથે જીગ્નેશ પરમાર નામના શખ્સની ધરપકડ કરી હતી. જીગ્નેશ પરમારની પૂછપરછમાં રાજુ વ્યાસ અને ચિરાગ ડોડીયા નામના શખ્સોની પણ સંડોવણી હોવાનું જણાવ્યુ હતું. અન્ય આરોપી રાજુ વ્યાસ અરે ચિરાગ ડોડીયા રાજકોટના રહેવાસી હોવાથી પોલીસે તપાસનું પગેરું રાજકોટ સુધી લંબાવ્યું છે. જોકે, રાજુ વ્યાસ અને ચિરાગ ડોડીયા રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલના કર્મચારી હોવાનું બહાર આવ્યું છે.