જુનાગઢ : મોઢું પાણીની ડોલમાં ડુબેલી હાલતમાં પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...

ફરજ પરના તબીબે નિરાલી બેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ વિચિત્ર મોત અંગે મૃતદેહ જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

જુનાગઢ : મોઢું પાણીની ડોલમાં ડુબેલી હાલતમાં પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...
New Update

મધુરમ વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાનું મોત

વિચિત્ર ઢબે મોત થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો

મોઢું પાણીની ડોલમાં ડુબેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મૃતદેહ જામનગર ખાતે પેનલ પીએમ માટે ખસેડ્યો

પતિનું નિવેદન લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી

જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાનું વિચિત્ર ઢબે મોત થયાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા નીરાલી સિંગડીયા નામની મહિલાનો બેડ રૂમના બાથરૂમમાંથી ઉભડક બેસેલ અને મોઢું પાણીની ડોલમાં ડુબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના પતિ સંજય સિંગડીયા ગેરેજ જવા નીકળ્યા હોય, અને પરત ફરતા આ દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા.

બાદમાં તેઓ તેમની પત્ની નિરાલીને તરત દવાખાને લઈ ગયા હતા, જ્યા ફરજ પરના તબીબે નિરાલી બેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ વિચિત્ર મોત અંગે મૃતદેહ જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. ઉપરાંત તેમના પતિનું નિવેદન લઇ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, અને તેમને સંતાનમાં 2 બાળકો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો બીજી તરફ, પરિવારમાં મહિલાના વિચિત્ર મોતથી શોકનું મોજું ફરી વળ્યુ છે.

#Junagadh #મૃતદેહ #Deadbody #GujaratConnect #મહિલાનો મૃતદેહ #junagadhpolice #GujaratiNews
Here are a few more articles:
Read the Next Article