જૂનાગઢ: મનપામાં સફાઈ કામ કરતી સખી મંડળની મહિલાઓ બે મહિનાથી પગારથી વંચિત,કમિશનરને કરી રજૂઆત

જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈ કામ કરતી સખી મંડળની બહેનોને બે માસથી પગાર ન મળતા મનપા કચેરી ખાતે હડતાલ બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

New Update

જૂનાગઢ મનપાની સફાઈ કર્મી બહેનોની વેદના 

સખી મંડળની બહેનો બે મહિનાથી પગારથી વંચિત 

મહિલાઓ મનપા ખાતે વિરોધ પ્રદર્શન કરીને હડતાલ પર બેઠી 

મનપા કમિશનરને પગાર માટે કરી રજૂઆત 

સમસ્યાનું નિરાકરણ લાવવા અંગે કમિશનરે આપ્યું આશ્વાસન

જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈ કામ કરતી સખી મંડળની બહેનોને બે માસથી પગાર ન મળતા મનપા કચેરી ખાતે હડતાલ બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે,ત્યારે મનપામાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામદાર તરીકે કામ કરતી 300 જેટલી મહિલાઓને છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત રાખવામાં આવતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ બાબત અંગે સફાઈ કામ કરતી સખી મંડળની બહેનોએ મનપા કચેરીએ આવી વિરોધ વ્યક્ત કર્યો હતો.અને રજૂઆત કરી હતી કે હાલ માત્ર 7 હજાર જેટલો જ પગાર આપવામાં આવે છે, તે પણ બે મહિનાથી નથી આપ્યો, અને જવાબદારો એમ કહે છે કે આજે પૈસા આપશુ કાલે આપશુ તેમ કહી સફાઈ કર્મી મહિલાઓને માત્ર આશ્વાસન આપતા હોવાથી મહિલાઓને ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.આ મહિલાઓએ મનપા કચેરી ખાતે સતત બીજા દિવસે પણ વિરોધ યથાવત રાખ્યો છે, આમ સખી મંડળની સફાઈ કર્મી મહિલાઓએ પગાર વધારાની સાથે બે મહિનાનો બાકી પગાર પણ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત કરી હતી,અને કમિશનરે તેઓની સમસ્યા અને માંગ સંદર્ભે યોગ્ય નિરાકરણ કરવાની ખાત્રી આપી હતી.
Latest Stories