ગિરનારની પહાડીમાંથી ચંદનના વૃક્ષોની થઈ ચોરી
7 જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના
વન વિભાગ સતત 2 દિવસથી કરી રહ્યું છે પેટ્રોલિંગ
ચંદન ચોરોને પકડવા જતાં વનકર્મીઓ પર હુમલો
ચંદનના લાકડા સહિતનો મુદ્દામાલ હસ્તગત કરાયો
જુનાગઢના ગિરનારની પહાડીમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થયા હોવાનો મામલો પ્રકાશમાં આવતા વન વિભાગ હરકતમાં આવ્યું છે.
જુનાગઢના ગિરનારના જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ દાતારના પહાડી વિસ્તારમાંથી 7 જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે તસ્કરોને ઝડપી લેવા માટે વન વિભાગ સતત 2 દિવસથી પેટ્રોલિંગ કરી રહ્યું છે. જેમાં ચંદન ચોરોને પકડવા જતાં તેઓએ કુહાડી અને તીક્ષ્ણ હથિયારો વડે વનકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, ચંદનના લાકડા સહિતનો તમામ મુદ્દામાલ વનકર્મીઓએ હસ્તગત કર્યો હતો. આ અંગે ગિરનાર રેન્જના નાયબ વન સંરક્ષકએ વિસ્તૃત માહિતી આપી હતી.