જૂનાગઢ : નિવૃત ફોરેસ્ટ ઓફિસરને હની ટ્રેપમાં ફસાવવાનો કારસો,બ્લેકમેલ કરીને રૂ.40 લાખ માંગનારા 3 આરોપી ઝડપાયા

જૂનાગઢમાં એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર હનીટ્રેપનો ભોગ બન્યાની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જે અંગે પોલીસે તપાસ કરીને રૂપિયા 40 લાખની ખંડણી માંગનાર મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી.

New Update
  • નિવૃત્ત RFOને સોશિયલ મીડિયાની મિત્રતા મોંઘી પડી

  • મહિલા સાથે મિત્રતા બાદ અંગત પળો માણી

  • મહિલાએ ગર્ભવતી હોવાનું કહીને રૂપિયા પડાવ્યા

  • નિવૃત્ત અધિકારી પાસે 40 લાખની માંગી ખંડણી

  • પોલીસે મહિલા સહિત ત્રણની કરી ધરપકડ

જૂનાગઢમાં એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર હનીટ્રેપનો ભોગ બન્યાની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જે અંગે પોલીસે તપાસ કરીને રૂપિયા 40 લાખની ખંડણી માંગનાર મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી.

જૂનાગઢના ચોબારી રોડ પર રહેતા નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર પરસોત્તમ કનેરિયાને એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર ઉર્મિલા નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ નિયમિત ચેટિંગ થતાં યુવતીએ એકલતાનું નાટક કરીને નિવૃત્ત અધિકારી સાથે મિત્રતા કેળવી હતી. પાંચ મહિના પૂર્વે બંને રાજકોટની એક હોટલમાં મળ્યા હતા અને અંગત પળો માણી હતી.અને તેઓએ  ચોટીલાની હોટલમાં રોકાયને પણ શરીર સુખ માણ્યું હતું.

જોકે જૂન 2025માં ઉર્મિલાએ નિવૃત્ત અધિકારીને પોતે પ્રેગ્નન્ટ હોવાનું જણાવી એબોર્શન કરાવવા માટે ઓનલાઈન વારંવાર પૈસા માંગ્યા હતા. ત્યારબાદ ફરીથી ગર્ભવતી હોવાનું કહીને પૈસા પડાવ્યા હતા.

આ ઉપરાંત પરસોત્તમ કનેરિયાને એક અજાણ્યા નંબર પરથી ઓડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે ચોટીલાની હોટલના અંગત પળોનો વીડિયો તેની પાસે હોવાનું જણાવી 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વીડિયોની પુષ્ટિ કરવા માટે પુરાવા રૂપે વીડિયો મોકલવામાં આવ્યો હતો. જ્યારે નિવૃત અધિકારી એ ઉર્મિલાને પૂછ્યુંત્યારે તેણે કબૂલ્યું કે તેણે પોતે ફોનમાં વીડિયો ઉતાર્યો હતો અને તેની બહેનપણીને આપ્યો હતો. બ્લેકમેલ કરનારાઓએ એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં મળે તો વીડિયો તમામ સંબંધીઓને વાયરલ કરી દેશે અને ખોટી ફરિયાદ કરીને બદનામ કરી દેવાની પણ ધમકી આપી હતી.

આ ધમકીઓ અને બ્લેકમેલથી કંટાળીને નિવૃત્ત વન અધિકારી પરસોત્તમ કનેરિયાએ યુવતી અને તેના મળતિયાઓ સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને રાજકોટની ઉર્મિલાસબુસ્તા અને જીસાન નામના ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. હાલમાં પોલીસ આ આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે કે કેમતે દિશામાં પણ વધુ તપાસ ચલાવી રહી છે.

Latest Stories