જૂનાગઢ: કેશોદમાં નોકરી આપવાની લાલચે દુષ્કર્મની ઘટનાથી ચકચાર,મહિલા સહિત ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક મહિલા હવસખોરોનો શિકાર બની હતી,પુત્રીને નોકરીની લાલચ આપીને તેની માતા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update

જૂનાગઢના કેશોદનો બનાવ 

પુત્રીને નોકરી આપવાની આપી હતી લાલચ

અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરીની આપી હતી લાલચ 

પુત્રીની માતા બની દુષ્કર્મનો ભોગ 

પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ 

જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક મહિલા હવસખોરોનો શિકાર બની હતી,પુત્રીને નોકરીની લાલચ આપીને તેની માતા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ બનાવમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક યુવતીને કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી,એક ભેજાબાજ મહિલા દ્વારા યુવતીની સાથે નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણી નામના કોન્ટ્રાકટરો સાથે મુલાકાત કરાવી હતી,આ બંને શખ્સોએ નોકરીની લાલચ આપીને યુવતીની માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગેની પોલીસ ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી,પોલીસે આ ગુન્હામાં જવાબદાર મહિલા તેમજ નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણીની ધરપકડ કરી હતી,અને વધુ તપાસ શરૂ કરી હતી. 
Latest Stories