-
આઈ સોનલ માતાના 101માં પ્રાગટ્ય દિવસની ઉજવણી
-
મઢડા સ્થિત આઈ સોનલધામ ખાતે ભવ્ય ઉજવણી કરાય
-
રાજ્યભરમાંથી માઈભક્તો સોનલ ધામ ખાતે ઉમટી પડ્યા
-
શોભાયાત્રા, યજ્ઞ-હવન, ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા
-
ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી
જુનાગઢ જિલ્લાના મઢડા સ્થિત આઈ સોનલધામ ખાતે આઈ સોનલ માતાજીના 101માં પ્રાગટ્ય દિવસની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
“ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જન્મ ન હોત જગતમાં મઢડે સોનલ માત” ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું ધામ એટલે જુનાગઢના મઢડા ખાતે આવેલું આઈ સોનલધામ... અહી મંદિરમાં બિરાજીત આઈ સોનલ માતાજીની દયામયી મૂરતના દર્શન કરવા માટે રોજ હજારો ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વીઘામાં ફેલાયેલ આ મંદિર માઈ ભક્તોના મનમાં વસતું પરમધામ છે, ત્યારે આજે મઢડાના સોનલધામ ખાતે સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમથી આઈ સોનલ માઁના 101માં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાય હતી. વહેલી સવારથી જ રાજ્યભરમાંથી માઈભક્તો સોનલ ધામ ખાતે ઉમટી પડ્યા હતા, જ્યાં આરતી, શોભાયાત્રા, યજ્ઞ, રાસ-ગરબા, સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લઈ માઈભક્તો ધન્યતા અનુભવી હતી.