જુનાગઢ : સિંહ દર્શન અને જૈવિક સૃષ્ટિને નિહાળવા સાસણ ગીર અભ્યારણમાં પ્રવાસીઓનો ધસારો...

હાલ ચાલી રહેલી નાતાલની રજાઓમાં જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે.

New Update
  • નાતાલની રજાઓમાં ગીર અભ્યારણમાં પ્રવાસીઓનો ધસારો

  • સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભીડ જામી

  • જૈવિક સૃષ્ટિને નિહાળી હજારો પ્રવાસીઓ થયા છે અભિભૂત

  • અભ્યારણમાં સરકાર-ફોરેસ્ટ વિભાગે વિવિધ સુવિધા ઉભી કરી

  • અભ્યારણનો પ્રવાસ કરી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો

હાલ ચાલી રહેલી નાતાલની રજાઓમાં જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. તો બીજી તરફસરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુનાગઢનું સાસણ ફોરેસ્ટ ડેસ્ટિનેશન એટલે ટુરિસ્ટોનું પહેલી પસંદ સાસણના જંગલમાં ટુરીસ્ટો બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સાસણમાં 400થી વધારે રિસોર્ટ અને હોટલો આવી છે. દર વર્ષે રજાઓમાં હોટલોમાં ફૂલ બુકિંગ હોય છે. ગીર જંગલ 1400થી વધારે ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું છે. વિવિધતાથી ભરપૂર એવા આ ગીર વિસ્તારમાં 600થી વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. 338થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છેજ્યારે કીટકોની 2000થી વધુ પ્રજાતીઓ નિવાસ કરે છેત્યારે નાતાલની રજાઓમાં સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ફોરેસ્ટ ઉમટ્યા છે. સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ ઉભી કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુનાગઢના સાસણમાં ગીર અભ્યારણમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશદ્વાર સાસણ ગીર છે. સમગ્ર ભારત તેમજ વિશ્વના અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓમાં સાસણ સિંહ દર્શન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષે વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી લાખો પ્રવાસીઓ ગીર અભ્યારણની મુલાકાત લઈને ગિરના એશિયાઈ સિંહો તેમજ જૈવિક સૃષ્ટિને નિહાળવા માટે આવે છે. અહી સિંહ ઉપરાંત દીપડોકાટવરણીજંગલી બિલાડીઘોરખોદીયુંકીડીખાવમગરઅજગર જેવા વન્ય પ્રાણીઓનું સાસણ ગીર નિવાસસ્થાન છે. જેને લઇને દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓને સાસણ ગીર ખેંચી લાવે છેત્યારે નાતાલની રજાઓમાં તા. 25 ડિસેમ્બરથી લઈને 31 ડીસેમ્બર દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણની મુલાકાત લેવા આવી રહ્યા છે.

Latest Stories