જુનાગઢ : અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા, કુદરતના પ્રકોપ સામે ઇજારેદારોના હૈયે ધગધગતિ દુઃખની ધીમી આગ...

કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોળિયો છીનવી લીધો

New Update
  • કમોસમી વરસાદની અણધારી આફતે સામે ખેડૂતો લાચાર

  • ભારે પવન સાથે માવઠું આવતા ખેડૂતોના સપના રોળાયા

  • વાડી સહિત ખેતરમાં વિવિધ પાકોને પહોચ્યું મોટું નુકશાન

  • અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા

  • સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરાય તેવી માંગ ઉઠી

એક તરફ ઝળહળતો તડકો અને બીજી તરફ કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોળિયાને છીનવી લેનારી કુદરતની નિર્દયતાની કહાની કહે છે.

જ્યારે કેરીનો પાક આંબે આવ્યોત્યારે ખેડૂતોની નજર તેમના બગીચાઓમાં લટકતી લીલીછમ કેરીઓ પર હતી. આ કેરીઓ ફક્ત ફળ નહોતીપણ ખેડૂતોની મહેનતઆશા અને આગામી દિવસોની ખુશીનું પ્રતીક હતી. ઇજારેદારોએ લાખો રૂપિયાનું રોકાણ કરીને બગીચાઓ લીધા હતા. એ વિચાર સાથે કેઆ વર્ષે બજારમાં કેરીઓની ઊંચી કિંમત તેમના ઘરમાં સુખની વર્ષા લાવશે. પરંતુ કુદરતનો ક્રૂર ખેલ તો જુઓ..! અચાનક આવેલા કમોસમી વરસાદેગાજવીજ અને કરા સાથેઆ કેરીઓને ઝાડ પરથી ખેરવી દીધી છે.. ગુજરાતના ઘણા વિસ્તારોમાંખાસ કરીને રાજકોટઅમદાવાદવડોદરાઅને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા જેવા માહોલ સાથે આવેલા અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા છે.

તો બીજી તરફલાખો રૂપિયાનું દેવું લઈને બગીચાઓ ભાડે લેનારા આ ઇજારેદારો હવે દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે. તેઓએ વિચાર્યું હતું કેઆ વર્ષે કેરીનો સારો ભાવ મળશેઘરમાં દીકરીના લગ્નની તૈયારી કરીશુંપણ હવે બે હાથ ખાલી છે, ”એક ઇજારેદાર નિરાશાભર્યા સ્વરે કહ્યું હતું કેઅનેક ઇજારેદારો હવે બેંકોના દેવા અને ઘરની જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા છે. કુદરતની નિર્દયતા અને સરકારી મદદની રાહમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાંથી માત્ર પાક જ નથી છીનવ્યોપરંતુ તેમની હિંમત અને આશા પણ લૂંટી લીધી છે. રાજ્યમાં ભારે પવનવીજળીના કડાકાઅને કરા સાથેના વરસાદે ખેતરોમાં તારાજી સર્જી છે.

આ વરસાદે રાજ્યમાં અનેક લોકોના જીવ લીધા અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતો હવે સરકાર તરફ ટકી રહ્યા છે. આશા સાથે કેતેમને આ આફતમાંથી બહાર નીકળવા માટે આર્થિક મદદ મળશે. પરંતુસરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા બની રહી છે. ખેડૂતોની આક્રંદભરી અપીલઅમે ખેતરોમાં રાત-દિવસ ઝઝૂમ્યાપરસેવો પાડ્યોપણ આજે ખેડૂતોના હાથમાં ફક્ત નિરાશા છે.

સરકાર મદદ નહીં કરે તો દેવાના બોજ નીચે દબાઈ જશે તેમ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કેખેડૂતોની આ વેદના હવે ગીર પંથકના ગામડાઓમાં હૈયાફાટ રુદન સમી બની ગઈ છે. દરેક ખેતરમાંદરેક ઝાડ નીચેદરેક ખેડૂતની આંખોમાં ફક્ત એક જ વાત છે કેકુદરતે તેમની સાથે ન્યાય ન કર્યોઅને કુદરતની કારમી થપાટે આજે જમીન નીચે કેરીઓ નહીં. પરંતુ ખેડૂતો અને ઇજારેદારના સપનાઓ રોળાય ગયા છે.

Read the Next Article

ગાંધીનગર : નશામાં ધૂત કાર ચાલકે રાહદારી સહિત વાહનોને અડફેટે લેતા 4 લોકોના મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

નશાની હાલતમાં કારના બેદરકાર ચાલકે રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા

New Update
  • કાર ચાલકનો નશાની હાલતમાં રફતારનો કહેર

  • રાંદેસણ પાસે સિટીપલ્સ સર્વિસ રોડ પરની ઘટના

  • કાર ચાલકે રાહદારી અને વાહનોને અડફેટે લીધાં

  • ગંભીર દુર્ઘટનામાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં

  • CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં નશાની હાલતમાં કારના બેદરકાર ચાલકે કેટલાક રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છેજ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાંથી અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાંGJ-18-EE-7887 નંબરની ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છેજ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છેજ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

જોકેઆ કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી છેઅને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છેજ્યારે નજીકમાં શુકન સ્કાય બિલ્ડિંગનાCCTVમાં સમગ્ર ઘટના કેદ થવા પામી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેકારની સ્પીડ લગભગ 100થી વધુ હશે. આ તરફબનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતોજ્યાંCCTV ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે કારના બેદરકાર ચાલકને રાઉન્ડઅપ કરી લીધો હોવાની વિગત પણ સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાયો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છેઅને બેદરકારીભર્યા ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે.