જુનાગઢ : મેંદરડામાં ડોક્ટરની ખાલી જગ્યાઓથી લોકહિત પર સંકટ, 47 ગામના દર્દીઓ સારવાર માટે ભટક્યા..!

મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે

New Update
  • મેંદરડા તાલુકામાં આરોગ્ય સેવા ગંભીર રીતે ખોરવાય

  • સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની કાયમી જગ્યા ખાલી

  • 47 ગામોના નાગરિકોને આવતો હાલાકી વેઠવાનો વારો

  • અનેક દર્દીઓને આરોગ્ય સેવા સામે તકલીફોનો સામનો

  • વહેલી તકે તબીબની નિમણૂંક કરવા સ્થાનિકોની રજૂઆત

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આરોગ્ય સેવા છેલ્લા ઘણાં સમયથી ગંભીર રીતે ખોરવાઈ રહી છે. ખાસ કરીને મેંદરડા તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથીMBBS ડોક્ટરની કાયમી જગ્યાઓ ખાલી પડેલી છે. આ ઘટનાથી ન માત્ર શહેરના લોકોપણ આસપાસના 47 ગામોના નાગરિકોને પણ ગંભીર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

જુનાગઢ જિલ્લાના મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમીMBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે. આ બદલતી સેવાઓના કારણે દર્દીઓને સતત અવ્યવસ્થાનો સામનો કરવો પડે છેજ્યારે ગંભીર કે ઇમરજન્સી કેસમાં તેમને જૂનાગઢ શહેર સુધી દોડવું પડે છે. આ સમસ્યા અંગે હવે લોકોમાં અસંતોષ ઉગ્ર બની રહ્યો છે.

મેંદરડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ વિઠલાણી સહિત ગામના આગેવાનોએ સ્થાનિક રાજકીય પક્ષોના સહયોગથી મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાયમી ડોક્ટર નિમણૂક કરવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે, “અમે અગાઉ પણ આ મુદ્દે અનેક રજૂઆતો કરી છેપણ તંત્ર તરફથી કોઈ પગલું લેવાતું નથી. હવે લોકોના ધીરજનો પાળો તૂટી રહ્યો છે.” મેંદરડા સાણંદ તરફથી ગીર સાસણ જવા માટેનું પ્રવેશદ્વાર છે. તહેવારોવેકેશન અને લગ્ન સિઝનમાં અહીં હજારો પ્રવાસીઓ આવતા હોય છે.

વર્ષ 2023-24માંCHCમાં દરરોજ આશરે 300 દર્દીઓ સારવાર માટે આવતા હતા. પરંતુ હાલ કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓની સંખ્યા ઘટી રહી છેઅને લોકો મજબૂરીમાં ખાનગી હોસ્પિટલ કે જૂનાગઢ તરફ દોડે છેજ્યારે અન્ય નજીકના તાલુકાઓમાં 3થી વધુ કાયમીMBBS ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છેત્યારે મેંદરડાCHCમાં એક પણ કાયમી ડોક્ટર નથી. લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું મેંદરડા તાલુકો તંત્ર માટે ઓરમાયો છે?” સ્થાનિકોએ ચિમકી આપી છે કેજો તાત્કાલિક ડોક્ટરની કાયમી નિમણૂક નહીં થાય તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મેંદરડાCHCમાં રોજબરોજ અકસ્માત કેઈમરજન્સી કેસો પણ આવતા હોય છેત્યારે કાયમી ડોક્ટર ન હોવાના કારણે ઘણીવાર સારવારમાં વિલંબ થાય છેજે દર્દી માટે જીવલેણ બની શકે છે. તાલુકા મથક પર આરોગ્ય સેવાની આ સ્થિતિે તંત્રના આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.