Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ,સાંસદ-ધારાસભ્ય દ્વારા લેવામાં આવી મુલાકાત

જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

X

જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

જુનાગઢ જિલ્લામાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. પરંતુ હજુ પુરની સ્થિતિ યથાવત પુરની સ્થિતિ યથાવત હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાછે સતત ત્રણ દિવસથી પૂરની સ્થિતિના કારણે લોકો જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે એક ગામે બીજા ગામે પણ ના જઈ શકતા હોય તેવી સ્થિતિ સામે આવીછે જેમના કારણે ગામના કેટલાય લોકો ટ્રેક્ટર અથવા જે.સી.બીના સહારે બાજુના ગામમાં અથવા તો શહેરમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા મજબૂત બન્યા હતા ભારે વરસાદના કારણે હજી પણ વાડી વિસ્તારમાં કેટલાય લોકો ફસાયા હોવાનું સામે આવ્યુંછે અને હજુ પણ ઓજત નથી બે કાંઠે હોવાના કારણે લોકો એક બીજી જગ્યાએ અવર-જવર કરી નથી કરી શકતા ત્યારે આજે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના નેતાઓ પૂરગ્રસ્તની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ રમેશભાઈ ધડુક JCB બેસી ગામના લોકોની મૂલાકાતે પહોંચ્યા હતા.

Next Story