/connect-gujarat/media/post_banners/95ef0a2e79aff28780a85917da68a6e2dc860c4b2a74bcb0b1c7b53a594ce3e3.jpg)
ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી.
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા સિહુજ રોડ પર આવેલ વમાલી ગામની સીમમાં વહેલી સવારે સ્વસ્તિક પ્લાયવુડ નામની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે ફેક્ટરીના વોચમેન તથા માલિકે તુરંત આગ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા નડિયાદ અને મહેમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી નડિયાદના 2 વોટરબ્રાઉઝર અને મહેમદાવાદનું એક વોટરબ્રાઉઝર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પરંતુ સ્થિતિ વધુ ભયાનક બનતાં અને આગ કાબુમાં ન આવતાં આણંદ, વિદ્યાનગર, અમદાવાદના 1-1 વોટરબ્રાઉઝર પણ મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લાખો લીટર પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. આ ભીષણ આગમાં પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાખ થઇ ગયો હતો. એટલું જ નહીં, KCB મશીનથી બળેલ રાખ અને કાટમાળને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ફેકટરીમાં કયા કારણોસર આગ જતી હજુ સુધી જાણી શકાયુ નથી. પરંતુ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.