ખેડા : રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, અમદાવાદના 4 યુવાનોનું ઘટનાસ્થળે મોત..

ખેડા જિલ્લાના રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
ખેડા : રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, અમદાવાદના 4 યુવાનોનું ઘટનાસ્થળે મોત..

ખેડા જિલ્લાના રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર રતનપુર નજીક અમદાવાદ તરફ જતા માર્ગ પર વેસ્ટન હોટલ પાસે પાર્કિંગમાં રહેલા એક કન્ટેનર પાછળ અચાનક બાઇક ઘૂસી ગઈ હતી, ત્યારે ધડાકાભેર બાઇક કન્ટેનર સાથે ભટકાતાં સર્જાયેલ અકસ્માતમાં 4 યુવાનોનું ઘટના સ્થળે જ કાંકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ ખેડા ટાઉન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી યુવાનોના વાલીવારસોને શોધવા તજવીજ હાથ ધરી હતી. જોકે, પોલીસ તપાસમાં ચારેય મૃતકો અમદાવાદના જીતેશ નોગિયા, હરીશ રાણા, નરેશ વણઝારા અને સુંદરમ યાદવ હોવાનું બહાર આવ્યું છે. આ ચારેય યુવાનો અમદાવાદના અમરાઈવાડી અને સિટીએમ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ ઓવર સ્પીડ હોવાના બાઇકનું સંતુલન ગુમાવતાં અકસ્માત થયો હોવાનું પોલીસ અનુમાન લગાવ્યું છે. પોલીસે ચારેય યુવાનોના મૃતદેહને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.