/connect-gujarat/media/post_banners/53b355776a6b999e1de7119f8c53267205dc2f1f40fca912d693c87147210c70.jpg)
નવરાત્રી દરમિયાન ખેડા જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે શાળાના વિદ્યાર્થીઑએ ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓના પોલીસમાં ફોટો આપવાની ધમકી આપી નાછૂટકે તાજિયા રમાંડ્યાં હતા. એટલું જ નહિ ગરબા રમતી વેળાએ શાળાની શિક્ષિકાઓએ તાજીયાના ગીતો શરૂ કર્યા હતા ત્યારબાદ શિક્ષિકાઓએ મુસ્લિમ વિદ્યાર્થીઓને તાજીયા કરવા જણાવ્યું હતું.
એટલું જ નહીં અન્ય વિદ્યાર્થીઓ જો તાજીયા નહીં રમે તો પરીક્ષામાં નાપાસ કરવા સુધીની પણ ધમકી આપી હોવાનું વિદ્યાથીઑએ જણાવતા હાહાકાર મચી ગયો છે. બીજી બાજુ આ ઘટનાનો વીડિયો સામે આવતા હિંદુ સેના અને વાલીઑમાં પણ આક્રોશનો જ્વાળા ભભૂક્યો હતો. આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી. વધુમાં વિધર્મી શિક્ષિકાઓ અને જવાબદાર પ્રિન્સિપાલ હિંદુ બાળકોને મૂળ ધર્મથી દૂર કરી રહ્યા હોવાના પણ હિન્દુ સેનાએ ધગધગતા આરોપ લગાવ્યા હતા. આ ઘટનાને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ 4 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/07/10/nr-2025-07-10-21-52-21.jpg)