Connect Gujarat
ગુજરાત

ખેડા : રૂ. 2.65 લાખના ખર્ચે મહેમદાવાદના 5 ગામોમાં નિર્માણ પામનાર રસ્તાનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

મહેમદાવાદ તાલુકામાં ઘોડાસર અને મોટા અજબપુરા ગામે રૂ. ૨.૬૫ લાખના ખર્ચે, કુલ ૫.૫ કિમી અંતરના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ખેડા : રૂ. 2.65 લાખના ખર્ચે મહેમદાવાદના 5 ગામોમાં નિર્માણ પામનાર રસ્તાનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
X

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત મહેમદાવાદ તાલુકામાં ઘોડાસર અને મોટા અજબપુરા ગામે રૂ. ૨.૬૫ લાખના ખર્ચે, કુલ ૫.૫ કિમી અંતરના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઘોડાસર ખાતે કુલ ૨ રસ્તાઓ પ્રાથમિક શાળાથી વાંટા વિસ્તાર થઇને હિરચંદની મુવાડી જતો રસ્તો; રબારી ચોતરાથી ઇન્દિરાનગર, ચૌહાણ ફળિયા તરફ થઇને મેઇન રોડને જોડતો રસ્તો અને મોટા અજબપૂરા ખાતે મોટા અજબપૂરાથી જીજાપુરાના રસ્તાનો સમાવેશ થાય છે. ઉપરાંત કેબિનેટ મંત્રી અર્જુસિંહ ચૌહાણે મહેમદાવાદ CHC સેન્ટર ખાતે રૂ. ૧૬ લાખના ખર્ચે, ૨ બેડ ધરાવતું ડાયાલિસિસ સેન્ટર અને નાણા પંચાચત તાલુકા કક્ષાની ગ્રાંટમાંથી ઘોડાસર તથા કાચ્છાઈ ગામે રૂ. ૧૪ લાખના ખર્ચે, ૨ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, સૌને સાથે લઈ ચાલતી સરકારના પ્રામાણિક પ્રયત્નોથી આજે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રોડ-રસ્તા સહિતની તમામ સુવિધાઓ મળતા ગામડાઓ સશકત અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધ્યા છે. કિશાન સન્માન નિધિ અને ગંગા સ્વરૂપા યોજનાથી ખેડૂત અને વિધવા મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિણામો આવ્યા છે. વોકલ ફોર લોકલ હેતુ મહેમદાવાદ તાલુકામાં નવા શરૂ કરવામાં આવેલ ૪૨ ઔધોગિક યુનિટ દ્વારા સ્થાનિક રોજગાર નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત મહેમદાવાદ ખાતે ડાયાલિસીસ સેન્ટર બનતાં નાગરીકોને મળતી આરોગ્યની સુવિધામાં વધારો થશે એવો વિશ્વાસ રાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Next Story