/connect-gujarat/media/media_files/2025/04/04/oAFsCjLZtaRLff5K5ybU.jpg)
ખેડાના મહેમદાવાદમાં રાસ્કા કેનાલમાં ન્હાવા પડેલા 2 યુવાનો ડૂબ્યા છે. મહી કેનાલમાં અમદાવાદના ઈસનપુરના 2 યુવાનો ન્હાવા પડ્યા હતા. જેમાં રોહિત સિતારામ તીવારી અને આલોક ઉદેસિંહ પટેલીયાનું ડૂબવાથી મોત થયું છે. ઉનાળાની ગરમી શરૂ થતાં લોકો નદી કે, તળાવમાં ન્હાવા પડે છે અને જે જોખમી સાબિત થાય છે.
ત્યારે ફરી એકવાર મહી રાસ્કા કેનાલમાં ડૂબવાની ઘટના બની છે. જેમાં બે લોકોના મોત થયા છે. જે બંને યુવાનો પાણીમાં ડૂબી જતાં આસપાસના લોકો એકઠા થયા હતા. જે બંનેના મૃતદેહોને બહાર નીકાળ્યા હતા. પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.