ખેડા : ઇન્ટરનેશનલ બુક ઓફ એકસિલેન્સ રેકર્ડમાં સ્થાન મેળવતી નડિયાદની ટ્વિન્કલ આચાર્ય

ટ્વિન્કલ આચાર્ય મરિચ્યાસ નામના યોગાસનમાં પણ સતત ૯ મિનિટ અને ૧૫ સેકન્ડનું પ્રમાણપત્ર ઇન્ટરનેશનલ બુક ઓફ એકસીલેન્સ રેકોર્ડનું પ્રમાણપત્ર હાંસલ કરેલ છે

New Update

ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરવાના હકારાત્મક અથાગ પ્રયત્નો સફળતાના દ્વારા ખોલી નાખે છે તેમ ઇન્ટરનેશનલ બુક ઓફ એક્સિલેન્સ રેકર્ડમાં "પિંડાસનયુકત સર્વાગાસન" સતત ૧૧ મિનિટ સુધી જાહેર સ્થળે કરી યોગાસન કરી ખેડા જિલ્લાના નડિયાદની ટ્વિન્કલ આચાર્યએ રેકર્ડ નોંધાવ્યા છે.


ટ્વિન્કલ આચાર્ય મરિચ્યાસ નામના યોગાસનમાં પણ સતત ૯ મિનિટ અને ૧૫ સેકન્ડનું પ્રમાણપત્ર ઇન્ટરનેશનલ બુક ઓફ એકસીલેન્સ રેકોર્ડનું પ્રમાણપત્ર હાંસલ કરેલ છે. ટ્વિન્કલ આચાર્યએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નો થકી સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસની માન્યતા પ્રાપ્ત થઇ છે. માતા-પિતા અને ભાઇ સાથે રહેતી ટ્વિન્કલ આચાર્યએ ડિપ્લોમાં ઇન યોગ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિર્વસિટીમાંથી કરેલ છે, તેમજ નડિયાદમાં પ્રાથમિક અને બી.કોમ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલ છે. ટ્વિન્કલ આચાર્યએ જણાવ્યું હતું કે, હું હંમેશા જીવનમાં કઇક કરી નામના મેળવવા ઇચ્છતી હતી.

કોરોના કાળ દરમ્યાન લોકડાઉન દરમ્યાન મને આ ઇચ્છાને પુરી કરવાની મહત્વકાંક્ષાને વેગ મળ્યો. લોકડાઉન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત તેમજ યોગને પ્રાધાન્ય આપતા વકતવ્યો ઉપરાંત બાબા રામદેવના યોગાસનના વિડીયો જોઇને મે પણ યોગની ઘરે જ તાલીમ લેવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટના માધ્યમથી વિડીયો જોઇને યોગ શીખતી તેમજ હું જીમમાં પણ જતી હતી. આ ઉપરાંત હું નડિયાદ સ્થિત આનંદ આશ્રમમાં સ્વામી મુદિત્વવંદન સ્વામી પાસે પણ યોગ અંગે માર્ગદર્શન લેવા જતી હતી. રોજ સવાર-સાંજ મળી દિવસમાં કુલ ૬થી ૭ કલાકની પ્રેકટીસ કરવા લાગી. જેના કારણે મે અમદાવાદ, ગોવા સહિત અન્ય રાજયોમાં રાજયકક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની પણ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લઇ અનેક સ્પર્ધાઓમાં અગ્રેસર રહી ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Latest Stories